કાલાપાની

[કાલાપાની – આંદામાનની સેલ્યુલર જેલમાં રહીને જેમણે પોતાનાં જુવાની અને જીવન રાષ્ટ્ર માટે હોમી દીધાં તે બધા સાચા રાષ્ટ્રભક્તો—ક્રાન્તિવીરોને વંદન સહ અર્પણ. -સચ્ચિદાનંદ] શાસન સરકાર ચલાવતી હોય છે અને જે નિયમોથી શાસન ચલાવવાનું હોય તે જો તોડવામાં આવે તો તોડનારને સજા થવી જોઈએ. સજા વિના વ્યવસ્થા રહી શકે નહીં. વિશ્વની બધી સરકારોના એકસરખા નિયમો નથી [...]